પેઇચિંગઃ ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન પથારીવશ અને બીમાર હોવાના અહેવાલો વચ્ચે ચીને નિષ્ણાત તબીબોની ટીમ ઉત્તર કોરિયા મોકલી હોવાના અહેવાલ છે. કિમ જોંગની તબિયત કેટલી ખરાબ છે તે અંગે કોઈ સત્તાવાર જાણકારી બહાર નથી આવી. જોકે થોડા દિવસ પહેલાં એવા અહેવાલ આવ્યા હતા કે કાર્ડિયોવેસ્ક્યૂલર બીમારી હોવાથી સર્જરી કર્યા પછી તેમની તબિયત કથળી હતી. હવે ચીનના તબીબોની ટીમ કિમ જોંગને તબીબી સલાહ આપશે. સામ્યવાદી પાર્ટીના એક વરિષ્ઠ સભ્યના નેતૃત્વમાં આ ટીમ દક્ષિણ કોરિયા પહોંચી ચૂકી હોવાના અહેવાલ ૨૫મી એપ્રિલે વહેતા થયા હતા.