વ્લાદિવોસ્તોકઃ ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળવા ૨૪મીએ રશિયાના વ્લાદિવોસ્તોક પહોંચી ચૂક્યા હતા. કિમ ૨૪મીએ વહેલી સવારે ખાનગી ટ્રેનમાં ઉત્તર કોરિયાથી રવાના થયા હતા. ખાસાન શહેરમાં સૌ પ્રથમ તેમનું સ્વાગત કરાયું હતું. બંને દેશો ઐતિહાસિક સંબંધો ધરાવતાં હોવા છતાં શાસન સંભાળ્યા પછી કિમ રશિયાના પ્રમુખ પુતિનને મળ્યા નહોતા. વીતેલા આઠ વર્ષમાં બંને દેશોના વડાની આ પ્રથમ મુલાકાત હતી. કિમના પિતા કિમ જોંગ ઇલ રશિયાના તત્કાલિન પ્રમુખ દિમિત્રી મેડવેડેવને મળ્યા હતા.