નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય કોર્ટના સ્પષ્ટ નિર્દેશ છતાં પાકિસ્તાન ભારતના સેવાનિવૃત્ત નૌસેના અધિકારી કુલભૂષણ જાધવને મળવાની પરવાનગી આપતું નથી. કુલભૂષણ જાધવને છોડી દેવા માટે પણ ભારતે પાકિસ્તાનને સમજાવવાની ઘણી કોશિશ કરી હતી, પણ તેઓ ધરાર આ અંગે તૈયાર નથી, જેના કારણે ભારત પાસે હવે ફરી વખત ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઇસીજે)નો દરવાજો ખખડાવવો પડી શકે છે. તેવો મત વરિષ્ઠ વકીલ હરિશ સાલ્વેએ વ્યક્ત કર્યો હતો. પાકિસ્તાનની લશ્કરી કોર્ટે વર્ષ ૨૦૧૭માં કુલભૂષણ જાધવને ‘જાસૂસી અને આતંકવાદ’ આરોપો હેઠળ દોષી ઠેરવીને તેને ફાંસીની સજા સંભળાવી હતી.
કુલભૂષણ જાધવના મામલે ભારતે ગત વર્ષે આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસનો દરવાજો ખખડાવ્યો હતો.