નવી દિલ્હીઃ આઈસીજેએ કુલભૂષણને કાઉન્સેલર આપવાનો પાકિસ્તાનને આદેશ કર્યો પછી તે પછી હવે પાકે. નાછૂટકે જાધવને કાઉન્સેલર આપવાની જાહેરાત કરવી પડી હતી. આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસના ચુકાદા પછી પાક.માં જાસૂસીના આરોપ હેઠળ મૃત્યુદંડની સજાનો સામનો કરી રહેલા ભારતીય કુલભૂષણ જાધવને કાઉન્સેલર આપવાનો પ્રસ્તાવ પાક.ના વિદેશ મંત્રાલયે મૂક્યો હતો. પાક.ના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે કહ્યું હતું કે પાક.ના વિદેશ મંત્રાલયે કુલભૂષણ જાધવને કાઉન્સેલર આપવા મુદ્દે ભારત સમક્ષ પ્રસ્તાવ મૂક્યો છે. પાક. વિદેશ મંત્રાલય ભારતના સત્તાવાર જવાબની રાહ જોઈ રહ્યું છે. આઈસીજેએ આદેશ કર્યો તેના લગભગ ૧૨ દિવસ પછી પાકે. ના છૂટકે કુલભૂષણને વકીલ આપવાની તૈયારી બતાવવી પડી હતી.