નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં જાસુસીના આક્ષેપ હેઠળ ફાંસીની સજા પામેલા ભારતીય જવાન કુલભૂષણ જાધવના બચાવમાં ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અરજી કરી હતી. આંતરરાષ્ટ્રીય કોર્ટે જાધવની ફાંસી પર રોક લગાવી છે અને કેસની સુનાવણી ચાલી રહી છે. વિદેશી મંત્રાલયના પ્રવકતા રવિશ કુમારે ૧૩મી સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે, ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જાધવ કેસમાં લેખિત નિવેદન રજૂ કર્યું હતું. તેમાં જણાવ્યું હતું કે પાકિસ્તાને વિયેતનામમાં ૧૯૬૩માં થયેલા રાજદ્વારી કરારનો ભંગ કર્યો હતો. આ ઉપરાંત ભારતે ૮મી મેના રોજ કરેલી અરજીને ધ્યાનમાં લેવા જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પાકિસ્તાન અને ભારત એમ બંને પક્ષોને સાંભળ્યા બાદ ભારતને સપ્ટેમ્બરની ૧૩મી પહેલા લેખિત નિવેદન આપવા જણાવ્યું હતું. પાકિસ્તાને પણ લેખિત નિવેદન આપવા જણાવ્યું હતું. જો કે પાકિસ્તાનને તેનું નિવેદન ૧૩ ડિસેમ્બર ૨૦૧૭ સુધીમાં આપવા જણાવ્યું હતું.