કુલભૂષણ જાધવ વિદેશી વકીલ ન રાખી શકેઃ પાકિસ્તાન

Tuesday 29th September 2020 07:42 EDT
 

ઇસ્લામાબાદ: પાકિસ્તાન ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને ફાંસીની સજા અંગે પુનર્વિચાર અરજી પર દલીલો રજૂ કરવા વિદેશ વકીલ રાખવાની ભારતની માગને નહીં સ્વીકારે, પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા જાહિદ હફીઝ ચૌધરીએ મીડિયા સમક્ષ આ વાત કહી હોવાના ૨૫મીએ અહેવાલ હતા. તેમણે કહ્યું કે ફક્ત એ જ વકીલ કોર્ટમાં જાધવનું પ્રતિનિધિત્વ કરી શકે છે જેની પાસે પાકિસ્તાનમાં વકીલાત કરવાનું લાઇસન્સ છે. ભારતીય સુપ્રીમ કોર્ટે પણ એક નિર્ણયમાં આવો ચુકાદામાં આપ્યો છે કે વિદેશી વકીલ દેશની અંદર વકીલાત ન કરી શકે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter