દુનિયામાં કેટલાક લોકો પોતાની વિચિત્ર હરકતોને કારણે ચર્ચામાં આવે છે. આવો જ એક અજીબોગરીબ કિસ્સો જાપાનમાં સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિના ‘કૂતરો બનવાના’ શોખે બધાને ચોંકાવી દીધા છે. ટોકો હવે કૂતરો બની ગયો છે! માણસમાંથી કૂતરો બનેલા ટોકોએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. જાપાનમાં રહેતી આ વ્યક્તિનું બાળપણથી કૂતરા સાથે જીવન જીવવાનું સ્વપ્ન હતું. હવે જાપાનની એક કંપનીએ ટોકોને કોલીમાં (કૂતરાની એક જાતિમાં) રૂપાંતરિત કર્યો છે. આ માટે વ્યક્તિએ બે મિલિયન જાપાનીઝ યેન (આશરે 11 લાખ રૂપિયા) ખર્ચ્યા છે. આટલા પૈસામાં વ્યક્તિએ એવો પોશાક બનાવ્યો, જેને પહેરીને તે અસલ કૂતરા જેવો દેખાય. આ પોશાકમાં તેને ઓળખવો પણ ખૂબ મુશ્કેલ છે. માન્યામાં ન આવતું હોય તો ફરી એક વખત તસવીર જોઇ લ્યો.