નવી દિલ્હી: કેનેડાએ ભારત અને પાકિસ્તાનમાં કોવિડ-૧૯ના વધતા કેસોને જોતા આ દેશોની ફ્લાઇટ પર ૩૦ દિવસનો પ્રતિબંધ મુકી દીધો છે. આ પ્રતિબંધ ગુરૂવારથી લાગુ થઇ ગયા છે. શુક્રવારે બ્રિટનમાં ભારતીયના આગમન પર રેડ લિસ્ટ પ્રતિબંધ શરૂ થયા છે. આગલા દિવસે બ્રિટનમાં કોવિડના ઇન્ડિયન વેરિયન્ટના ૫૫ નવા કેસ જોવા મળ્યા છે. જેના અંતર્ગત ભારતથી બ્રિટનના આગમન પર પ્રતિબંધ છે.
દિલ્હીથી સ્વદેશ પરત ફરી રહેલા બ્રિટિશ કે આયરિશ નાગરિક ૧૦ દિવસ હોટલમાં ક્વોરેન્ટાઇન રહેશે. બીજી તરફ દુબઇ, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ, ઓમાન, હોંગકોગ અને ફ્રાન્સે પર ભારતની ફ્લાઇટો પર પ્રતિબંધ મુકી દીધો છે. અમરિકા, ઇઝરાયલે ભારતની આવતા-જતા તમામ મુસાફરો માટે એડવાઇઝરી બહાર પાડી છે.
દુબઇઃ ભારતથી ભારત થઇને આવતાં આંતરરાષ્ટ્રીય મુસાફરને દુબઇને પ્રવેશની મંજૂરી નહીં, પ્રતિબંધ ૧૪ દિવસ બીજા દેશમાં પ્રસાર કરી ચુકેલા આંતરાષ્ટ્રીય યાત્રીને દુંબઇમાં આવવાની મંજૂરી.
સિંગાપુરઃ ભારતથી જતા લોકોએ પહેલા ૧૪ દિવસ સ્પેશિયલ ફેસિલિટમાં અને પછી ૭ દિવસ ઘરે આઇસોલેટ રહેવું પડશે.
ન્યુઝીલેન્ડઃ પ્રથમ દેશ છે જેણે ફ્લાઇટ રોકી. ન્યુઝીલેન્ડના યાત્રી પણ ૧૧થી ૨૮ એપ્રિલ વચ્ચે પાછા જઇ શકશે નહીં.
હોંગકોંગઃ ભારતથી આવતી-જતી ફ્લાઇટ ૩ મે સુધી રદ્દ કરી છે. આ મહિને બે ફ્લાઇટમાં ૫૦ સંક્રમિત મળતાં આ નિર્ણય લેવાયો છે.