વાનકુંવરઃ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની કેનેડાને 51મું રાજ્ય બનાવવાની ધમકીનો પુનરોચ્ચાર કર્યો છે ત્યારે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ પણ પ્રથમ વખત ટોરેન્ટોમાં બિઝનેસ લીડર અને અધિકારીઓ સાથે બંધબારણે આ મુદ્દે વાત કરી હતી. ટ્રુડોએ કહ્યું કે ટ્રમ્પની ધમકીઓને મજાકમાં લેવી ન જોઈએ.
ખનિજો પર ટ્રમ્પની નજર
ટ્રુડોએ બેઠકમાં કહ્યું કે ટ્રમ્પની નજર કેનેડાના ખનિજો પર છે. કેનેડામાં 31 મહત્ત્વપૂર્ણ ખનિજોનો ભંડાર છે. જેમાં લિથિયમ, ગ્રેફાઇટ, નિકલ, કૉપર, કોબાલ્ટ અને દુર્લભ ખનિજો સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
ટ્રુડો સામે જ સવાલો થયા
રાજકીય નિષ્ણાતો ટ્રુડોના નિવેદનને પક્ષની વિશ્વસનીયતા સાથે જોડી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે ઓક્ટોબરમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં ટ્રુડોની લિબરલ પાર્ટી પાસે કોઈ મુદ્દો રહ્યો નથી. ટ્રુડો બેરોજગારી અને મોંઘવારીના મુદ્દાથી ઘેરાયેલા છે.