ટોરોન્ટોઃ કેનેડાએ ઓસ્ટ્રેલિયાની એક ન્યૂઝ ચેનલ ‘ઓસ્ટ્રેલિયા ટુડે’ અને તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સને બ્લોક કર્યા છે. વાસ્તવમાં આ ચેનલે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલા ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરની પ્રેસ કોન્ફરન્સને ટીવી પર દર્શાવી હતી. જયશંકરે છઠ્ઠી નવેમ્બરે ઓસ્ટ્રેલિયન વિદેશ મંત્રી સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં જયશંકરે નિજ્જરના મામલે નક્કર પુરાવા વગર ભારત પર આરોપ લગાવવા માટે કેનેડાની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે કેનેડા ભારતવિરોધી તત્વોને રાજકીય સ્થાન આપે છે. સાથે જ કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ પર રખાતી નજરને લઇને પણ નિંદા કરી હતી. ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડાના પગલાંને દંભ પગલું ગણાવ્યું હતું.