સરેઃ કેનેડાના સરેમાં ભારતીય મૂળના એક યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ટાર્ગેટ કિલિંગનો મામલો હોવાની આશંકા છે. કેનેડિયન પોલીસે જણાવ્યું કે યુવરાજ ગોયલ નામનો યુવક સાતમી જૂને તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. અમને માહિતી મળી કે તેને ગોળી મારી દેવામાં આવી છે. યુવરાજ 2019માં પંજાબના લુધિયાણાથી કેનેડા ગયો હતો અને સરેમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો હતો. સરે બ્રિટિશ કોલંબિયાનું એક શહેર છે.