ટોરેન્ટોઃ કેનેડા સરકાર નાગરિકતા સાથે સંબંધિત કાયદામાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે. આ હેઠળ જો કોઈ કેનેડિયન નાગરિકોનાં બાળકો કેનેડાની બહાર જન્મ લે છે તો પણ તેમને કેનેડાની નાગરિકતા આપવામાં આવશે. સૂચિત સુધારા મુજબ વર્ષ 2009 બાદ જે કેનેડિયન લોકોએ પોતાનાં બાળકોને વિદેશમાં જન્મ આપ્યા છે તેમને કેનેડાની નાગરિકતા આપવામાં આવશે. ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે રજૂ કરેલા કાયદા મુજબ વંશના આધાર પર આ કાયદામાં સુધારા કરવામાં આવી રહ્યા છે.