ટોરોન્ટો: કેનેડાની બીજી સૌથી મોટી એરલાઈન કંપની વેસ્ટજેટે 150 ફ્લાઈટ્સ રદ્દ કરવાની જાહેરાત કરી હતી. વેસ્ટજેટની જાહેરાત બાદ 20,000 મુસાફરોને અસર પહોંચી છે. એરલાઈન્સના કર્મચારીઓ પડતર પ્રશ્નોની માંગ સાથે 28 જૂને અચાનક હડતાળ પર ઉતરી ગયા હતા.
એરક્રાફ્ટ મિકેનિક્સ ફ્રેટરર્નલ એસોસિએશને જણાવ્યું કે, એરલાઈન્સે યુનિયન સાથે વાટાઘાટો કરવાની અનિચ્છા દર્શાવતા હડતાળ અનિવાર્ય બની ગઈ હતી. વેસ્ટજેટે કહ્યું કે, બિનજરૂરી તણાવ અને ખર્ચ માટે યુનિયન જવાબદાર છે.