કેનેડામાં 70 હજાર વિદ્યાર્થીઓ પર મંડરાતો ડિપોર્ટેશનનો ખતરો

Saturday 07th September 2024 11:13 EDT
 
 

ટોરોન્ટોઃ કેનેડામાં ભણવા જતાં ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ સામે ફેડરલ સરકાર દ્વારા ઈમિગ્રેશનની કડક નીતિ લાગુ થવાની વાતો વચ્ચે કેનેડામાં 70,000થી વધારે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ ગ્રેજ્યુએટ્સે દેખાવો કર્યા હતા. સ્ટડી પરમીટને નિયંત્રિત કરવાની અને પરમેનન્ટ રેસિડેન્સીની અરજીઓ ઘટાડવાના ટ્રુડો સરકારના નિર્ણય સામે દેશભરમાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ દ્વારા દેખાવો યોજાઇ રહ્યા છે. પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડ (પીઈઆઈ), ઓન્ટારિયો, મનીટોબા અને બ્રિટિશ કોલંબિયામાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ દ્વારા રેલીઓ યોજાઇ રહી છે. કેનેડામાં 2022માં સૌથી વધારે 3,19,000 ભારતીય સ્ટુડન્ટ સ્ટડી પરમીટ હોલ્ડર્સ હતા.
પીઈઆઈમાં વિધાનસભા સામે ત્રણ મહિનાથી હજારો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ઈમિગ્રેશનના નિયમોમાં કરાયેલા ફેરફારો સામે દેખાવો કરી રહ્યા છે. સ્ટુડન્ટ્સના એડવોકસી ગ્રૂપ નૌજવાન સપોર્ટ ગ્રુપના પ્રતિનિધિઓએ ચેતવણી આપી હતી કે વર્ષના અંતે જેમની વર્ક પરમિટ પુરી થતી હોય તેમને ડિપોર્ટ કરાઇ શકે છે.
2023માં કુલ સ્ટડી વીઝા હોલ્ડર્સમાં 37 ટકા હિસ્સો ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સનો હતો. કેનેડાની હાઉસિંગ, હેલ્થકેર અને અન્ય સેવાઓ પર આ સ્ટુડન્ટ્સનું ભારણ વધી જવાથી કેનેડાની સરકારે આગામી બે વર્ષમાં તેની વૃદ્ધિને ડામવા કેપ મુકી છે. પરિણામે 2024માં 3.60 લાખ મંજૂર થયેલી સ્ટડી પરમીટ્સ હશે. જે અગાઉના વર્ષના સરખામણીમાં 35ટકાનો ઘટાડો દર્શાવે છે.

ઈમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટિઝનશીપ પ્રધાન માર્ક મિલરે જણાવ્યું હતું કે 21 જૂનથી વિદેશી નાગરિકો પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમીટ (પીજીડબલ્યુપી) માટે સરહદ પર અરજી કરી શકશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter