આ સાથેની તસવીર કેનેડાના બ્રિટિશ કોલંબિયાની છે, જ્યાં ત્રણ વર્ષના લાંબા અરસા બાદ બૈસાખી પરેડ યોજાઇ હતી. જેમાં અંદાજે પાંચ લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. કોરોના મહામારી પૂર્વે યોજાયેલી પરેડમાં લગભગ ત્રણેક લાખ લોકો જોડાયા હતા. કેનેડામાં દર વર્ષે એપ્રિલમાં ખાલસા દિવસ નિમિત્તે બૈસાખી પરેડ યોજાય છે. જોકે મહામારીને કારણે આ પરેડનું આયોજન કરાયું ન હતું. કેનેડાને ‘મિની પંજાબ’ તરીકે પણ ઓળખાવાય છે કારણ કે દેશની કુલ વસ્તીમાં 2.6 ટકા પંજાબી વસ્તી છે. અહીં લગભગ 9.6 લાખ પંજાબીઓ રહે છે. સંસદમાં પણ પંજાબી સમુદાય નોંધપાત્ર પ્રતિનિધિત્વ ધરાવે છે.