ઓટાવાઃ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું બેવડું વ્યક્તિત્વ ફરી એક વાર સામે આવી ગયું છે. ખાલિસ્તાનવાદી આતંકવાદીઓને આશ્રય આપવાના આરોપોને લઈને તેની સરકાર પર સતત સવાલ ઊભા થતાં રહ્યા છે. ટ્રુડો સતત અલગાવવાદીઓને આતંકવાદી માનવાનો ઈનકાર કરતાં રહ્યા છે. એટલું જ નહીં, ભારત પર આવા લોકોની હત્યાનું કાવતરું રચવાનો આરોપ પણ મૂકતા રહે છે. જોકે હવે તેણે જાતે જ કબૂલાત કરી લીધી છે કે કેનેડામાં ખાલિસ્તાનીઓની હાજરી છે. સાથે સાથે જ ટ્રુડોએ એમ પણ કહ્યું હતું કે આ ખાલિસ્તાન સમર્થકો કેનેડામાં વસતાં શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે એવું કહી શકાય નહીં. આમ, ખાલિસ્તાનીઓની કેનેડામાં હાજરી બાબતે ટ્રુડોની કબૂલાતથી ભારતનો એ આરોપ સાચો સાબિત થઈ જાય છે કે કેનેડા સરકાર ખાલિસ્તાનીઓને આશ્રય આપી રહી છે.