ટોરોન્ટો: કેનેડામાં ઓટોરિયાના મિસિસોગાના રહેવાસી ભારતીય નમન ગ્રોવર (ઉં ૨૨) પર ૫ હજારથી વધુ અમેરિકન ડોલરની છેતરપિંડી, ગેરકાયદે આવક અને મની લોન્ડરિંગનો આરોપ મુકાયો છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે ગ્રોવર વિરુદ્ધ દેશવ્યાપી ધરપકડ વોરન્ટ ઈશ્યુ કર્યા પછી ગ્રોવરની ધરપકડ કરાઈ છે. આરસીએમપીએ ૧૪ ઓક્ટોબરે ટ્વિટર પર જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ટેલિફોન કૌભાંડમાં સંડોવણી બદલ નમન ગ્રોવર વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઈશ્યુ કરાયો છે. આરસીએમપીના અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે, આ ધરપકડથી સ્પષ્ટ સંદેશ મોકલવા માગીએ છીએ કે ગેરકાયદેસર રીતે પૈસા કમાનારાઓની તપાસ કરીને તેમની ધરપકડ કરી તેમની વિરુદ્ધ કેસ ચલાવાશે. પોલીસે જણાવ્યું કે, વિદેશમાંથી સ્ટુડન્ટ વિઝા પર આવેલા આ યુવાનો વિઝા પર આવેલા આ યુવાન ઝડપથી પૈસા કમાવવા માટે કૌભાંડમાં સામેલ થાય છે.