ટોરોન્ટો: કેનેડામાં ખાલિસ્તાની હરદીપ નિજ્જરની હત્યા બાદ વિરોધ પ્રદર્શનો થયા હતા, જેમાં સામેલ એક કેનેડિયન-પાકિસ્તાની વેપારી રાહત રાવને જીવતા સળગાવવાનો પ્રયાસ થયો છે. રાવની હાલત હાલ ગંભીર છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
રાવ પર હુમલો કરનારા શખ્સની શોધખોળ ચાલી રહી છે, કેનેડાની પોલીસે હુમલાખોરની તસવીર પણ જાહેર કરી છે અને લોકોને તેની માહિતી આપવા અપીલ કરાઈ છે. રાવ કેનેડામાં સક્રિય જોવા મળ્યા હતા, ખાલિસ્તાની નિજ્જરની હત્યા બાદ કેનેડામાં થયેલા વિરોધ પ્રદર્શનો કે રેલીઓમાં પણ તેઓ જોવા મળ્યા હતા. અગાઉ એવા અહેવાલો સામે આવ્યા હતા કે રાવ પાક.ની જાસૂસી સંસ્થા આઈએસઆઈ સાથે જોડાયેલા હોઈ શકે છે. જોકે, બાદમાં સામે આવ્યું કે તેઓ કોઈ એજન્ટ નથી. ગયા વર્ષે 18 જૂનના રોજ ખાલિસ્તાની નિજ્જરની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. નિજ્જરને ભારત દ્વારા જાહેર કરાયેલા 40 આતંકીઓની યાદીમાં સામેલ કરાયો હતો.