ટોરન્ટોઃ કેનેડામાં રહેતા વિદેશી લોકો માટે પોતાના ઘરનું સપનું સાકાર કરવું હમણા મુશ્કેલ બની રહેશે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોની સરકારે વિદેશી લોકો સામે ઘર ખરીદવા સામે બે વર્ષ સુધીનો પ્રતિબંધ ફરમાવ્યો છે. જોકે નિયમોમાંથી કેટલાક લોકોને છૂટછાટ આપવામાં આવી છે. જેમ કે, કેનેડામાં રહેનારા સ્થાયી લોકો અને શરણાર્થી પોતાનું ઘર ખરીદી શકશે. સરકારનું કહેવું છે કે સ્થાનિક માટે ઘર ઉપલબ્ધ કરાવી શકાતા નથી તેથી બે વર્ષ માટે આ નિયમ અમલી કરવામાં આવ્યો છે. એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે નિયમ માત્ર શહેરી વિસ્તારના મકાન માટે જ અમલી થયો છે.