કેનેડામાં માર્ગદુર્ઘટનામાં ત્રણ ભારતીય વિદ્યાર્થીનાં મોત

Sunday 11th August 2024 06:37 EDT
 
 

ટોરોન્ટોઃ કેનેડામાં એક ભીષણ માર્ગ અકસ્માતમાં પંજાબના ત્રણ વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં છે. જેમાં લુધિયાણાના મલૌદ ગામનાં બે સગાં ભાઈ-બહેન 23 વર્ષીય હરમન સોમલ અને 19 વર્ષીય નવજોત સોમલનો પણ સમાવેશ થાય છે. મૃતકોમાં બે વિદ્યાર્થિની અને એક વિદ્યાર્થી હતાં. હરમન મોન્કટનમાં એક ડે-કેરમાં કામ કરતી હતી, જ્યારે નવજોત થોડા મહિના પહેલાં જ સ્ટડી વીઝા પર કેનેડા ગયો હતો. તેમની સાથેની અન્ય વિદ્યાર્થિની રસમદીપ કૌર પંજાબના સંગરૂર જિલ્લાના સમાનાની રહેવાસી હતી. તેનાં માતાપિતા સરકારી શિક્ષક છે. ભારતીય વિદ્યાર્થીઓ પીઆર માટે અરજી કરીને કારમાં પાછા ફરી રહ્યાં હતાં. કારમાં તેમના ઉપરાંત ડ્રાઈવર પણ હતો. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter