કેનેડાની સંસદીય ચૂટણીના પરિણામ સ્વરૂપે એક દાયકા બાદ સત્તા પરિવર્તન થતા લિબરલ પક્ષના જસ્ટિન ટ્રુડો દેશના નવા વડા પ્રધાન બનશે. ૨૦મી ઓક્ટોબરે મોડી રાત્રે જાહેર થયેલા પરિણામો મુજબ લિબરલ પક્ષને સંસદની ૩૩૮માંથી ૧૮૪ બેઠકો મળી છે. તેનાથી નિશ્ચિત થઈ ગયું છે કે જસ્ટિનને સરકાર બનાવવા માટે અન્ય કોઈ પક્ષના ટેકાની જરૂર નહીં પડે. કન્ઝર્વેટિવ પક્ષ માત્ર ૯૯ બેઠકો સુધી સીમિત થઈ ગયો છે.
જસ્ટિન પીએમના પુત્ર તરીકે જ જન્મ્યા હતા
જસ્ટિનનો જન્મ ૧૯૬૮માં થયો હતો. તે સમયે તેમના પિતા પુયરે ટ્રુડો વડા પ્રધાન હતા. વડા પ્રધાન નિવાસમાં જ જસ્ટિનનું બાળપણ વીત્યું હતું. ૧૯૭૨માં જસ્ટિન માત્ર ૪ વર્ષના હતા ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ રિચર્ડ નિકસને ભવિષ્યવાણી કરી હતી કે આ બાળક આગળ જતા વડાપ્રધાન બનશે.