ટોરન્ટો, ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત પરિષદ-૨૦૧૭ના ભાગરૂપે ગુજરાત સરકારનું ઉચ્ચ કક્ષાનું ડેલિગેશન કેનેડામાં છે. જેણે ૬ઠ્ઠી સપ્ટેમ્બરે ટોરન્ટો અને સાતમી સપ્ટેમ્બરે મોન્ટ્રીલમાં રોડ શો યોજી રાજ્યમાં રોકાણ કરવા માટે રોકાણકારો વાઈબ્રન્ટ પરિષદમાં ભાગ લે તેવા પ્રયાસ કર્યા હતા. ક્રિસરમેન, ફેરફેક્સ ફાઈનાન્સિયલ હોલ્ડિંગ લિમિટેડના સ્થાપક પ્રેમ વાત્સાએ રોડ શોની બેઠકનું અધ્યક્ષસ્થાન લીધું હતું, જેમાં ટોરન્ટો ખાતેના ભારતીય કોન્સલ જનરલ દિનેશ ભાટિયાએ પણ ભાગ લઈ ભારતમાં રોકાણ અંગે યોગ્ય આર્થિક માહોલનો પરિચય આપ્યો હતો.
‘ગિફટ’ પ્રોજેક્ટના સીઈઓ અજય પાન્ડેએ ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સેન્ટરના ફાયદા વર્ણવ્યા હતા. ટોરન્ટોના રોડ-શોમાં બિઝનેસ કાઉન્સિલ ઓફ કેનેડા કે જેના વડા કેનેડાના પૂર્વ ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર જોન મેનલ છે તેઓ પણ જોડાયા હતા.