‘કેનેડાના ટોરોન્ટો શહેર ખાતે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના પ્રવેશદ્વાર પર કેટલાંક અસામાજિક તત્ત્વોના ભારતવિરોધી ગ્રાફિટી લખાણોથી અમે આઘાત અને શોક અનુભવીએ છીએ. વિશ્વભરમાં વ્યાપેલાં અન્ય BAPS મંદિરોની જેમ જ, આ BAPS મંદિર પણ શાંતિ, સંવાદિતા, સમરસતા, સંસ્કાર, નિ:સ્વાર્થ જનસેવા તેમજ વૈશ્વિક હિન્દુ મૂલ્યોનું ધામ છે’ તેમ BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામીએ કહ્યું છે.
તેમણે આવા સંસ્કૃતિ-ધામ પર આવેલી આ વિકટ વેળાએ સર્વે હરિભક્તો અને શુભેચ્છકોને શાંતિ જાળવવા હાર્દિક અપીલ કરતાં જણાવ્યું છે કે કટોકટીના આ સમયે સહયોગ અને સહાનુભૂતિ આપવા બદલ ભારત અને કેનેડા સરકાર તેમજ તમામ સંસ્થાઓના અમે આભારી છીએ. આવો, આપણે સહુ વ્યક્તિગત રીતે અને પોતપોતાના ઘરમંદિરમાં સહુનું ભલું થાય એ ભાવના સાથે પ્રાર્થના કરીએ. પરમાત્મા આપણને સૌને સૌનું ભલું કરવાની અને ભલું ઇચ્છવાની વધુ શક્તિ અને પ્રેરણા આપે.