નૈરોબીઃ કેન્યામાં 15 લાખ વર્ષ જૂના પગનાં નિશાન મળી આવ્યાં છે. આ પદિચહ્નોથી જાણી શકાય છે કે બે માનવ પ્રજાતિ - હોમો ઇરેક્ટસ અને પેરેન્થ્રોપસ બોઇસી નોર્ધર્ન કેન્યામાં રહેતી હતી. આ અશ્મિભૂત ફૂટપ્રિન્ટ્સ તુર્કાના તળાવ પાસે કૂબી ફોરામાં મળી છે, જે એ વાતનું પ્રમાણ છે કે બંને પ્રજાતિઓ એકસાથે એક જ સ્થાને વસવાટ કરતી હતી. સંશોધકોએ જણાવ્યું કે 12 પદચિહ્ન પેરેન્થ્રોપસ બોઇસી પ્રજાતિનાં છે, જે ચપટા પગની ચાલને દર્શાવે છે જ્યારે ત્રણ નિશાન હોમો ઈરેક્ટસ પ્રજાતિના માણસના મળ્યાં છે જે આધુનિક માનવીની જેમ ચાલે છે.