કેન્સાસઃ આફ્રિકી દેશ કોંગોમાં ઇબોલાને કારણે ફેલાયેલા રોગચાળામાં ૧૭ લોકોનાં મોત થતાં સરકાર એને આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. આરોગ્ય ખાતાએ ઈબોલાની પુષ્ટિ કરી દીધી હતી. કોંગોમાં નવમી વાર ઇબોલાએ દેખા દીધી છે. આરોગ્યમંત્રાલય દ્વારા જારી બયાનમાં એવું કહેવામાં આવ્યું કે અમારો દેશ વધુ એક ઇબોલાની અડફેટે ચડ્યો છે. જેને કારણે વૈશ્વક સ્તરની કટોકટી સર્જાઈ છે.
અગાઉના ઇબોલાને અસરકારક રીતે ડામી દેનાર તાલીમબદ્ધ ડોક્ટરોને ત્યાં મોકલવામાં આવી રહ્યાં છે. ઇબોલાનો ફેલાવો ચામાચિડીયા દ્વારા થતો હોવાનું મનાઈ રહ્યું છે. ઇબોલા માનવ અને પ્રાણીઓને અસર કરે છે. રોગચાળાની પુષ્ટિ થઈ તે પહેલાં સ્થાનિક આરોગ્ય ખાતાના અધિકારીઓને ૨૧ લોકોમાં ઈબોલાના લક્ષણો માલૂમ પડ્યાં હોવાનું જણાવ્યું હતું.