બ્રાઝાવિલેઃ ૭ ફેબ્રુઆરીએ કોંગોના પૂર્વમાં બુટેમ્બોમાં ઘાતક હેમરેજીક તાવને લીધે એક મહિલાના મૃત્યુની પુષ્ટિ થયા પછી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો ઈબોલાના સંભવિત ફરી ઉછાળાને નિયંત્રણમાં લેવા કાર્ય કરી રહ્યું છે. કિન્હાસાની હેલ્થ મિનિસ્ટ્રી રોગચાળો ફાટી નીકળ્યો હોવાની જાહેરાત કરતા અટકી ગઈ હતી. પરંતુ, જણાવ્યું કે તે મહિલામાં ઈબોલાના લક્ષણો જણાયા હતા. તેણે અગાઉ ઈબોલાથી સંક્રમિત થયેલા પુરુષ સાથે લગ્ન કર્યા હતા.
ઈક્વાટરના નોર્થ વેસ્ટર્ન પ્રાંતમાં ઈબોલાનો અંત આવ્યો હોવાની કોંગોએ કરેલી જાહેરાતના ત્રણ મહિના પછી દેશના ઈતિહાસમાં આ ૧૨મી વખત ઈબોલાએ દેખા દીધી હતી. તે વખતે ત્યાં ૧૩૦ લોકો સંક્રમિત થયાં હતા અને ૫૫ લોકોનું મૃત્યુ થયું હતું. ૧ ઓગસ્ટ ૨૦૧૮થી ૨૫ જૂન ૨૦૨૦ સુધીના ગાળામાં બુટેમ્બો અને બેની આ રોગનું કેન્દ્ર હતા. તેમાં ૨,૨૦૦ લોકોનું મૃત્યુ થયું હતું.