વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે કોરોનાથી સાજા થયા પછી પહેલીવાર વ્હાઇટ હાઉસમાં ૧૧મી ઓક્ટોબરે સ્પીચ આપીને ફરી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. વ્હાઈટ હાઉસના ડોકટરે જાહેર કર્યું હતું કે, ટ્રમ્પને હવે કોરોનાનો ભય નથી અને તેઓ હવે કોરોના સંક્રમિત નથી, પણ વ્હાઈટ હાઉસે એ જાહેર કર્યું નહીં કે ટ્રમ્પનો કોરોના ટેસ્ટ ક્યારે નેગેટિવ આવ્યો છે.
ટ્રમ્પે ૧૧મીએ દાવો કર્યો હતો કે, કોરોના ગાયબ થઈ ગયો છે. કોરોના સંક્રમણમાં સપડાયા પછી તેઓ હોસ્પિટલમાં સારવાર લઈને વ્હાઇટ હાઉસમાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે મને સારું લાગી રહ્યું છે, આપણે ચાઈનીઝ વાઈરસને હરાવીને જ રહીશું. કોરોનાની વેક્સિન ઝડપથી આવી રહી છે. વ્હાઈટ હાઉસનાં ડોક્ટરે તેમને કોરોના મુક્ત જાહેર કર્યાં છે. અમેરિકામાં નિષ્ણાતો કોરોના સંક્રમણ વધવા માટે ટ્રમ્પની નિષ્ફ્ળતાને જવાબદાર ગણી રહ્યા છે. ટ્રમ્પે પોતાને કોરોના થયો તેને આપત્તિ નહીં પણ દેશવાસીઓ માટે અવસર ગણાવ્યો છે.
ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકનોએ કોરોનાથી ડરવાની જરૂર નથી. મેરીલેન્ડમાં લશ્કરી હોસ્પિટલમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન તેમને અપાયેલી દવા તેઓ દેશવાસીઓને મફત અપાવશે.