મિલાનઃ ચીન સાથે સંકળાયેલા એક નવા વાયરસે ઇટાલીમાં પ્રથમ વ્યક્તિનો ભોગ લેતાં અને સંખ્યાબંધ દર્દી સામે આવતાં ઉત્તર ઇટાલીના સંખ્યાબંધ ગામોને અસરકારક રીતે લોકડાઉન કરી દેવામાં આવ્યા હતા. ઇટાલીમાં કુલ બે મૃત્યુ નોંધાયા હતા. ઇટાલીમાં એવા વાયરસે લોકોને ભરડો લીધો છે જેમને વાયરસના મૂળ સ્થાન સાથે સીધો કોઇ સંબંધ નથી. લોમ્બાર્ડી અને વેનેટો શહેરના સત્તાવાળાને શાળા – કોલેજ, બિઝનેસ અને રેસ્ટોરન્ટ બંધ રાખવા અને સ્થાનિક ખેલકૂદ ઇવેન્ટ અને સામૂહિક પ્રાર્થનાઓને પણ રદ કરવાની ફરજ પડી હતી. આરોગ્યપ્રધાને આરંભિક પગલાં લેતાં મિલાનથી અગ્નિ ખૂણે આવેલા લોદી નજીકના ૧૦ ગામોમાં અસરકારક લોકડાઉનના આદેશ આપ્યા હતા.
કોરોનાનો કેરઃ કોરિયામાં ૭૬૩ કેસ, ચીનમાં
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે ચીનમાં મૃતાંક ૨,૫૯૭ પહોંચ્યો છે ત્યારે દ. કોરિયામાં કોરોના વાઇરસનો પ્રકોપ વધી રહ્યો છે. દ. કોરિયામાં કોરોના વાઇરસનાં ૭૬૩ કેસો નોંધાયા હોવાના અહેવાલ ૨૪મી ફેબ્રુઆરીએ જાહેર થયાં છે અને દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એક અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં ૭૦૦ કરતા પણ વધારે કેસ સામે આવ્યા છે.
દક્ષિણી શહેરોમાં એક ધાર્મિક સંપ્રદાયમાંથી આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાના અહેવાલ છે.