નવી દિલ્હી: કોરોનાની બીમારી નાથવા માટે ભારતે લીધેલા પગલાંઓથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (‘હૂ’) પ્રભાવિત થયું છે. ઓર્ગેનાઈઝેશનના ભારતસ્થિત પ્રતિનિધિ હેન્ક બેકડેમે ભારત સરકારના વખાણ કરતાં કહ્યું હતુ કે ભારતે ઝડપથી પગલાં લીધા એ પ્રભાવિત કરનારા છે. વડા પ્રધાન પોતે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને સર્વત્ર સૂચના અપાઈ રહી છે, જે બહુ મોટી બાબત છે, તેમ હેન્કે કહ્યું હતું. ભારતમાં વિશાળ વસતી હોવા છતાં કોરોનાના કેસ કાબુમાં રાખી શકાયા છે. ભારત સરકારે સાવચેતી દાખવીને ટોળાબંધી, જાહેર મેળાવડા, પ્રવાસ, પરદેશીઓની આવન-જાવન વગેરે પર પ્રતિબંધ મુકી દીધો છે. આથી ભારતમાં હજુ સુધી કોરોનાની સંખ્યા મર્યાદિત રહી છે.