વિશ્વના એક ડઝનથી વધુ દેશોના 3000થી વધારે લોકોનો કાફલો દક્ષિણી મેક્સિકોની સીમા તરફ આગળ વધી રહ્યો છે. જેમાં કેટલીય મહિલાઓ અને નાનાં-નાનાં બાળકોનો પણ સમાવેશ થાય છે. તેઓ અમેરિકાની સીમા સુધી પહોંચવા પ્રયાસ કરી રહ્યા છીએ. આ જનસમૂહમાં જોડાયેલા લોકોનું કહેવું છે કે તેઓ નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી પહેલાં અમેરિકાની સીમા સુધી પહોંચી જશે, કારણ કે તેમને ડર છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતી જશે તો તે શરણાર્થીઓ માટે સીમા બંધ કરવાના પોતાના વાયદા પર કાયમ રહેશે. 55 વર્ષીય ક્યુબન પ્રવાસી ઓસ્વાલ્ડો રેયના 45 દિવસ પહેલા ગ્વાટેમાલાથી મેક્સિકો પહોંચી હતી. તેનું કહેવું છે કે અમે ગુનેગાર નથી. અમે મહેનતુ લોકો છીએ, જે જીવનમાં આગળ વધવા
માટે પોતાનો દેશ છોડી અહીં આવ્યા છે.