નવી દિલ્હીઃ ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં વચેટિયા ક્રિશ્ચિયન મિશેલે તાજેતરમાં સ્પષ્ટતા કરી છે કે આ કેસમાં તેણે યુપીએ તત્કાલીન કોંગ્રેસ સરકારના કોઈ પણ નેતા કે કોઈ સરકારી અધિકારીઓેને લાંચ આપી નહોતી. તેણે જે કંઈ પૈસા લીધા હતા તે લાંચ પેટે નહોતા. તેણે કન્સલ્ટન્સી ફી પેટે આ રકમ લીધી હતી. ભારતના લાંચ લેનારા નેતા અને અધિકારીઓની યાદી પોતે બનાવી હોવાના આક્ષેપો મિશલે નકાર્યા હતા. તેણે આ મામલાનું ટોપલો યુરોપના બીજા એક વચેટિયા ગ્વિડો હશ્કે પર ઢોળ્યો છે. ભારતે પાંચમી ડિસેમ્બરે ઓગસ્ટા વેસ્ટલેન્ડ ચોપર્સકાંડના મુખ્ય સૂત્રધાર અને વચેટિયા ક્રિશ્ચિયન મિશેલનું યુએઈથી પ્રત્યર્પણ કર્યું હતું. તેણે કોઈ નોંધ લખવાનો ઇનકાર કર્યો હતો, જોકે ઓગસ્ટા વેસ્ટલેન્ડ પાસેથી લાંચ નહીં પણ કન્સલ્ટન્સી ફીના પૈસા લીધા હોવાની તેણે સ્પષ્ટતા કરી હતી.
લાંચની નોંધ ગ્વિડો હેશ્કેએ બનાવી
સીબીઆઈ અધિકારીઓની પૂછપરછ દરમિયાન મિશેલે કહ્યું હતું કે, લાંચ લેનાર નેતા કે અધિકારીઓની નોંધ તેણે લખી નથી. રાજકારણીઓ અને અધિકારીઓને લાંચ આપવાની આ નોંધ ગ્વિડો હેશ્કેએ બનાવી હતી. હું માનસિક રીતે બીમાર છું મને લખવા-વાંચવામાં તકલીફ પડે તેવી બીમારી છે. તેથી મેં કોઈ પણ પ્રકારની નોંધ લખી નથી. જે કાઈ નોંધ લખાઈ છે તેની પાછળ ગ્વિડો હેશ્કે જવાબદાર છે.
કૌભાંડમાં મુખ્ય નામઃ સોનિયા ગાંધી
વચેટિયાની આ નોંધમાં ચોપર્સ કૌભાંડમાં કોંગ્રેસનાં મુખ્ય ચાલકબળ કોંગ્રેસનાં સોનિયા ગાંધીને ગણાવવામાં આવ્યાં હતાં. સોનિયા ગાંધી ઉપરાંત પીટર હ્યુલેટની સંડોવણી હતી. સોનિયા ગાંધી ઉપરાંત આ કાંડમાં સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એહમદ પટેલીની મુખ્ય ભૂમિકા હોવાનું જાહેર થયું છે. તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહ અને સંરક્ષણ પ્રધાન પ્રણવ મુખરજી પર પણ આક્ષેપ થયાના અહેવાલ છે.