દુબઈઃ યમનના હૌથી લડાકુઓએ સાઉદી અરબની સરકારી ઓઇલ કંપની અરામકોની ૨ મોટી ઓઇલ રિફાઇનરીઓ પર ડ્રોન હુમલા કર્યા છે. પ્રથમ હુમલો બકીક અને બીજો ખુરૈસ શહેરની રિફાઇનરી પર કરાયો હતો. હુમલાને કારણે બન્ને જગ્યાએ આગ લાગી હતી. સૌથી ગ્રૂપના પ્રવક્તા યાહ્યા સારે અનુસાર હુમલા માટે ૧૦ ડ્રોન મોકલાયા હતા. હુમલાને કારણે પાંચ ટકા વૈશ્વિક ઓઇલ પુરવઠા પર અસર પડી છે. જેના કારણે ક્રૂડના ભાવમાં ઇન્ટ્રા ડેમાં ૧૯ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ૧૯૯૧ પછી પ્રથમ વખત ઇન્ટા ડ્રેમાં ક્રૂડના ભાવમાં આટલો મોટો ઉછાળો હતો. જો કે જરૂર પડશે તો અમેરિકા પોતાના ઇમરજન્સી કોઠામાંથી ઓઇલ રિલીઝ કરશે તેવી ટ્રમ્પની જાહેરાત પછી ક્રૂડ ઓઇલના ભાવ ઘટવા લાગ્યા હતા.