ક્વાડથી ચીન-રશિયાના પેટમાં તેલ રેડાયુંઃ જાપાન નજીક ફાઇટર જેટ ઉડાવ્યા

Thursday 26th May 2022 06:30 EDT
 
 

જાપાનની રાજધાની ટોક્યોમાં ક્વોડ દેશોના રાષ્ટ્રાધ્યક્ષોની મીટિંગ ચાલી રહી હતી. આ સમયે જ ચીન અને રશિયાએ એક ઘણી જ ગંભીર હરકત કરી. ચીન અને રશિયાના ફાઈટર જેટ્સે જાપાનની સરહદ નજીકથી વોર ડ્રિલ અંતર્ગત ઉડાન ભરી હતી. જાપાનની સરકારે આ વાતની પુષ્ટિ કરી છે. બંને દેશોની આ હરકત પર હજુ સુધી ભારત, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના કોઇ પ્રતિભાવ મળ્યા નથી. ચીનનો આરોપ છે કે ક્વોડ મેમ્બર્સ તેમનો દરિયાઈ રસ્તો બંધ કરવાનું ષડયંત્ર રચી રહ્યાં છે અને તેઓ તેમના પર તાકાત દેખાડીને દબાણ કરવા માગે છે. ક્વોડ મેમ્બર્સે ચીનના આરોપોને અનેક વખત ફગાવ્યા છે.
જાપાનની ડિફેન્સ મિનિસ્ટ્રીનું નિવેદન
મંગળવારે બપોરે જાપાનની ડિફેન્સ મિનિસ્ટ્રીએ એક નિવેદનમાં કહ્યું હતું કે ચીન અને રશિયાના ફાઈટર જેટ્સે અમારી સરહદ નજીકથી ઉડાન ભરી. અમે આ દેશોને સ્પષ્ટ રીતે જણાવી દીધું કે આ એક ગંભીર હરકત છે. ભારત, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રાધ્યક્ષ હાલ અમારા દેશમાં છે. ફાઈટર જેટ્સ અમારી એરસ્પેસમાં નથી આવ્યા. નવેમ્બરથી અત્યાર સુધીમાં ચાર વખત આ પ્રકારની હરકત થઈ ગઈ છે. અમારા માટે આ ચિંતાની વાત છે.
જાપાનની ડિફેન્સ મિનિસ્ટ્રીના જણાવ્યા મુજબ રશિયા અને ચીનના ફાઈટર જેટ્સે અમારી પૂર્વ સરહદની નજીક ઉડાન ભરી હતી. બે ફાઈટર જેટ્સ ચીન અને બે રશિયાના હતા. આ એરક્રાફ્ટ્સ પ્રશાંત મહાસાગરના પૂર્વી વિસ્તારમાં હતા. અહીં જાપાન અને ચીનની સરહદ મળે છે.
મંગળવારે જ રશિયાના ગુપ્તચર વિભાગના વિમાનોએ પણ આ વિસ્તારમાં ઉડાન ભરી હતી. અમે બંને દેશોને ડિપ્લોમેટિક ચેનલ્સથી જણાવી દીધું છે કે જાપાન આવી હરકતને સહન નહીં કરશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter