ખાલિસ્તાનીઓએ ઇટાલીમાં બાપુની પ્રતિમા તોડી

Tuesday 18th June 2024 05:24 EDT
 
 

રોમ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટમાં ભાગ લેવા ઈટાલી પહોંચે તેના કલાકો પહેલાં જ ખાલિસ્તાનીઓએ પોત પ્રકાશ્યું હતું. ઈટાલીમાં સક્રિય ખાલિસ્તાની સમર્થકોએ મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ થાય તે પહેલાં જ તેની તોડફોડ કરી હતી. એટલું જ નહીં, ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરને લઈ કેટલાંક વિવાદાસ્પદ સૂત્રો પણ લખ્યાં હતાં. ખાલિસ્તાની સમર્થકોએ આવી ઘટનાને અંજામ આપ્યા બાદ ભારતે આ ઘટના પર સખત નારાજગી વ્યક્ત કરી છે. એટલું જ નહીં આ મામલે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી રજૂ કરી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ ઘટનાથી ભારતના લોકોને ઘણું દુઃખ થયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter