લંડન: દુનિયામાં કોરોના મહામારીને લઇને હાહાકાર મચી ગયો છે. વિજ્ઞાનીઓ તેનો ઉપાય શોધવા માટે દિવસ-રાત એક કરી રહ્યા છે. એવામાં વાઇરસમાં ફેલાતા અંગે એક નવી માહિતી સામે આવી છે કે વાઇરસ ખુલ્લી જગ્યાની તુલનામાં બંધ જગ્યામાં ઝડપથી ફેલાય છે. બર્મિંગહામ હોસ્પિટલના ચેપી રોગોના નિષ્ણાત ડો. પોલ એસ.ના ધ ન્યૂ વર્લ્ડ જર્નલમાં પ્રકાશિત રિસર્ચ અનુસાર ખુલ્લામાં વાઇરસ વધારે સમય સુધી જીવિત રહી શકતો નથી.
તાજેતરના અભ્યાસમાં જાણ થઇ કે કોરોના વાઇરસ અને શ્વાસ સંબંધિત અન્ય વાઇરસનું સંક્રમણ ૧૦ ટકાથી ઓછું ખુલ્લી જગ્યામાં થયું. જોકે બંધ જગ્યામાં બહારની તુલનાએ સંક્રમણના કેસ ૧૮ ગણા વધારે હતા. જ્યારે બંધ એરિયામાં થનારા સામાજિક કાર્યક્રમોમાં વાઇરસ સુપરસ્પ્રેડર બની ગયો અને ત્યાં સંક્ર્મણની સંભાવના ૩૩ ગણી વધારે હતી. કેલિફોર્નિયા યુનિવર્સિટીના મહામારી વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનના સહાયક પ્રોફેસર ડો. નૂશિન રજાની અનુસાર બહારના માહોલમાં સંક્રમિત થવું સંપૂર્ણપણે એ વાત પર નિર્ભર કરે છે કે વ્યક્તિ કેટલી વાર સુધી ત્યાં રહી. બહાર રહેવાનો સમય જેટલો વધારે હશે. સંક્રમણની સંભાવના તેટલી વધારે રહેશે. એટલા માટે માસ્ક પહેરવું સોશિયલ ડિસ્ટન્સિંગનુ પાલન કરવું અત્યંત જરૂરી છે.