નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાના ચાર હિંમતવાન પાયલોટ દેશની પ્રતિષ્ઠા સાથે સંકળાયેલા માનવ સહિત અંતરિક્ષ મિશન ગગનયાનને સફળ બનાવવા રશિયામાં ગોગરિન રિસર્ચ એન્ડ ટેસ્ટ કોસ્મોનોટ ટ્રેનિંગ સેન્ટર ખાતે જીવના જોખમે તાલીમ મેળવી રહ્યા છે.
રશિયન ટીવી અહેવાલ મુજબ ભારતીય તાલીમાર્થીઓને ખૂબ ગોપનીયતાથી તાલીમ અપાઈ રહી છે. રશિયન અંતરિક્ષ યાત્રીઓને આ ચાલીમ મેળવતાં પાંચ વર્ષનો સમય લાગે છે, પરંતુ ભારતીય તાલીમાર્થીઓને ખાસ ટ્રેનિંગ કાર્યક્રમ હેઠળ ૧૨ મહિનામાં જ અંતરિક્ષ યાત્રા કરી શકે તેવી તાલીમ અપાઈ રહી છે. ભારતના પ્રથમ અંતરિક્ષયાત્રી રાકેશ શર્માએ પણ આ જ ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમ મેળવી હતી.