પેરિસઃ ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીની ધરપકડ કરાઈ છે. તેમના પર આરોપ છે કે તેમણે ૨૦૦૭માં ચૂંટણી અભિયાન દરમિયાન લિબિયાના સરમુખત્યાર ગદ્દાફી પાસેથી ગેરકાયદે રીતે રૂ. ૩૩૫ કરોડ લીધા હતા. પનામા અને સ્વિત્ઝર્લેન્ડના એકાઉન્ટ મારફત આ રૂપિયાની લેવડ-દેવડ થઈ. સરકોઝીને નાનટેરે સ્થિત જ્યુડિશિયલ પોલીસના મુખ્યાલયમાં રખાયા છે.