મ્યૂનિચઃ વડા પ્રધાન મોદીએ જર્મનીનાં શ્લોસ એલમાઉ ખાતે યોજાયેલી G-7 શિખર પરિષદમાં ભાગ લીધો હતો. તેમણે ક્લાઇમેટ ચેન્જની પ્રતિબદ્ધતાઓ પૂરી કરવા ધનિક દેશોને સહયોગની અપીલ કરી હતી. તેમણે હતું કે ભારત વિશ્વની 17 ટકા વસ્તી ધરાવે છે પણ ગ્લોબલ કાર્બન એમિસન માત્ર 5 ટકા છે. વડા પ્રધાન મોદીએ જર્મનીનાં શ્લોસ એલમાઉ ખાતે યોજાયેલી G-7 શિખર પરિષદમાં ભાગ લીધો હતો. તેમણે ક્લાઈમેટ ચેન્જનાં પડકારોનો સામનો કરવા અને પ્રતિબદ્ધતાઓ પૂરી કરવા ભારતનાં પ્રયાસોને ટેકો આપવા ધનિક દેશોને અપીલ કરી હતી. મોદીએ કહ્યું કે ગરીબ દેશો પર્યાવરણને નુકસાન કરે છે તેવી માન્યતાનું ભારત ખંડન કરે છે. મોદીએ G-7 માં ‘બહેતર ભવિષ્યમાં રોકાણ: જળવાયુ પરિવર્તન, એનર્જી અને હેલ્થ’ અંગેનાં સેશનને સંબોધન કર્યું હતું.
ભારતીયોના DNA માં લોકશાહી
G-7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે જર્મની પહોંચેલા વડા પ્રધાન મોદીનું મ્યૂનિચમાં પ્રવાસી ભારતીયોએ સ્વાગત કર્યુ હતું. તેમણે કહ્યું હતું કે તમારી વચ્ચે આવીને હું ખુશી અનુભવી રહ્યો છું. હું આપ સૌમાં ભારતીય સંસ્કૃતિ, એકતા અને બંધુત્વની ભાવનાના દર્શન કરી રહ્યો છું. હું તમારા સ્નેહને ક્યારેય નહીં ભૂલી શકું. વડા પ્રધાને કહ્યું હતું કે આજનો દિવસ 26 જૂન એક અન્ય કારણોસર પણ જાણીતો છે. જે લોકશાહી આપણું ગૌરવ છે, જે લોકશાહી દરેક ભારતીય DNAમાં છે, આજથી 47 વર્ષ પહેલા આ સમયે જ તે લોકશાહીને બંધક બનાવવા, લોકશાહીને કચડવાનો પ્રયાસ કરાયો હતો. ઇમરજન્સીનો સમય ભારતના વાઇબ્રન્ટ ડેમોક્રેટિક ઇતિહાસમાં એક કાળા ધબ્બા સમાન છે, પરંતુ આ કાળા ધબ્બા પર સદીઓથી ચાલી આવતી લોકશાહી પરંપરાઓની શ્રેષ્ઠતાની પૂરી શક્તિ સાથે વિજયી બની છે, લોકશાહી પરંપરાઓ આ હરકતો પર ભારે પડી છે. ભારતીયોએ લોકશાહીને કચડવાના તમામ કાવતરાનો જવાબ લોકશાહી રીતે જ આપ્યો છે.