વોશિંગ્ટન: ગલ્ફ ઓફ મેક્સિકો હવે ગલ્ફ ઓફ અમેરિકા તરીકે ઓળખાશે. યુએસ પ્રમુખ ટ્રમ્પ દ્વારા રવિવારે આને લગતા આદેશ પર સહી કરવામાં આવતા ગલ્ફ ઓફ મેક્સિકોનું સત્તાવાર નામ હવે ગલ્ફ ઓફ અમેરિકા થયું છે. ટ્રમ્પે કહ્યું કે ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ અમેરિકા પરથી હોવું જોઈએ કારણ કે તેનાં મોટાભાગના હિસ્સા પર અમેરિકાનું નિયંત્રણ છે. ટ્રમ્પ જ્યારે અમેરિકાના એરફોર્સ વન વિમાનમાં બેસીને ગલ્ફ ઓફ અમેરિકા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ તેમણે ગલ્ફનું નામ બદલતા આદેશ પર સહી કરી હતી.
ટ્રમ્પ જયારે ન્યૂ ઓર્લિયન્સમાં સુપર બાઉલની બેઠકમાં હાજરી આપવા જઈ રહ્યા ત્યારે તેમણે આદેશ પર સહી કરીને તેને સત્તાવાર રીતે ગલ્ફ ઓફ અમેરિકા જાહેર કર્યો હતો. તેમણે 9 ફેબ્રુઆરીએ આ ફેરફારની જાહેરાત કરી હતી તેથી 9 ફેબ્રુઆરીને ગલ્ફ ઓફ અમેરિકા ડે તરીકે ઊજવવાની ઘોષણા કરી હતી.