ગાઝા સિટીઃ ગાઝા પટ્ટીમાં પાંચમીએ સતત બીજા દિવસે પણ તંગદિલી અને હિંસાની ઘટનાઓ બનતા ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ જંગી હુમલાની ધમકી આપી હતી. ગાઝાના સત્તાવાળાઓએ ચોથીએ ઇઝરાયલ દ્વારા કરાયેલા હુમલામાં બે આતંકીઓ સહિત છ પેલેસ્ટાઇન નાગરિકો માર્યા ગયાનો અહેવાલ આપ્યો હતો. પાંચમીએ પણ ઉગ્રવાદીઓએ ઇઝરાયલ તરફ સેંકડો રોકેટ માર્યાં હતાં. જો કે ઇઝરાયલી સત્તાએ એક ગર્ભવતી માતા અને તેના બાળકના મોતની વાતને ફગાવી હતી અને હમાસ દ્વારા કરાયેલા ફાયરિંગ પર જ દોષ દીધો હતો.