ગાઝા સિટીઃ ઇઝરાયેલ અને પેલેસ્ટાઈનીઓ વચ્ચે ગયા વર્ષે થયેલી અથડામણની વરસી નિમિત્તે હજારો ગાઝા નિવાસીઓ ૩૧ માર્ચે ઇઝરાયેલની સરહદે ૩૧મી માર્ચે ભેગા થયા હતા અને અથડામણ થઇ હતી, જો કે ઇજિપ્શિયન મધ્યસ્થીના કારણે મોટી ખુવારી ટાળી શકાઇ હતી. ઇઝરાયેલે કરેલા ફાયરિંગમાં ચાર ઇઝરાઇલી યુવાનો માર્યા ગયા હતા.
એક દેખાવમાં અને બાકીના ૧૭-૧૭ વર્ષના ત્રણ યુવાનો માર્યા ગયા હતા. ઉપરાંત ૩૧૬ ઘાયલ થયા હતા. ૧૪ મેના રોજ અમેરિકાએ તેની ઇઝરાયેલની એલચી ઓફિસને જેરૂસલેમ ખસેડતાં થયેલી અથડામણમાં ૬૦ કરતાં વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા હતા.
એવો ભય સેવાઇ રહ્યો હતો કે આ વખતે પણ હિંસા થશે અને મોટા ખુવારી થશે. ઇઝરાયેલે સરહદે હજારો સૈનિકોને તૈનાત કર્યાં હતાં. નવમી એપ્રિલના રોજ યોજનારી ચૂંટણી પહેલાં વરસી આવતા ઇઝરાયેલની ચિંતા વધી ગઇ હતી. હિંસા અટકાવવા ઇઝરાયેલ અને ઇસ્લામી શાસકો હમાસ વચ્ચે ઇજિપ્તે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો.