જૂનાગઢઃ ગિરનાર રોપ - વે યોજના આડેના તમામ અવરોધો દૂર થતાં ટૂંક સમયમાં મટિરિયલ્સ રોપ - વેનું કામ શરૂ કરવાની જાહેરાત સરકાર દ્વારા તાજેતરમાં કરાઈ છે તેમ પ્રોજેક્ટ મેનેજર દિનેશ નેગીએ જણાવ્યું છે. દિનેશ નેગીએ આ સાથે જણાવ્યું છે કે, ગિરનાર રોપ - વે એશિયાનો સૌથી મોટો રોપ - વે બનનાર છે.
ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ સાડા ત્રણ દસકાથી અટવાયો હતો. રોપ-વે માટે ઉષા બ્રેકો કંપની દ્વારા સ્થાનિક વિભાગોની મંજૂરીઓ મેળવવામાં આવી હતી. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થતાં થોડા સમય પહેલાં રોપ - વે રૂટમાં આવતાં વૃક્ષોને દૂર કરાયા હતાં અને લાકડા તથા કાટમાળ દૂર કરી રોપ - વે રૂટ કમ્પલિટ કરાયો છે.
બીજી બાજુ રોપ-વેના સિવિલ કામ માટે એજન્સી પણ નક્કી કરાઈ છે. આ એજન્સીએ પોતાની મશિનરી તળેટીમાં ખડકી દીધી છે. રોપ-વે માટેની સામગ્રી ઈટલી અને અમેરિકાથી આવી છે.