મુંબઇ: વિખ્યાત ભૌતિકશાસ્ત્રી પીટર હિગ્સનું 94 વર્ષની વયે નિધન થયું છે. ફિઝિક્સનું નોબેલ પ્રાઈઝ જીતનાર હિગ્સ ગોડ પાર્ટીકલ તરીકે જાણીતી હિગ્સ બોસોન થિયરી માટે જાણીતા છે. હિગ્સ બોસોન થિયરી સાથે તેમની ગણના આઈન્સ્ટાઈન અને મેક્સ પ્લેન્ક જેવા વિજ્ઞાની સાથે કરાય છે. હિગ્સ બોસોન થિયરી ચકાસવા 2012માં સ્વિત્ઝર્લેન્ડ-ફ્રાન્સ સરહદે હાઈડ્રોન કોલાઈડર નામે મહાકાય મશીન દ્વારા પ્રયોગ કરાયો હતો, જેમાં દુનિયામાંથી 2000થી વધુ વિજ્ઞાની જોડાયા હતા.