વોશિંગ્ટનઃ લોસ એન્જલસ શહેરમાં રવિવારે રાતે ગ્રેમી એવોર્ડ્સ ૨૦૨૦નું આયોજન હતું. આ સમારોહમાં સૌથી વધારે ૮ કેટેગરીમાં નોમિનેટ થયેલી લિજ્જોને ૩ એવોર્ડ મળ્યા હતા જ્યારે ૬ કેટેગરીમાં નોમિનેટ થયેલી ૧૮ વર્ષની બિલી એલિસને ૫ કેટેગરીમાં એવોર્ડ મળ્યા હતા બિલી અમેરિકાની સૌથી યુવા સિંગર છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પત્ની મિશેલ ઓબામાને બેસ્ટ સ્પોકન વર્ડ આલબમ માટે ગ્રેમી એવોર્ડ એનાયત થયો હતો.
૧૫ વાર ગ્રેમી એવોર્ડ જીતનારી અમેરિકાની એલિશિયા કીઝે ગ્રેમી એવોર્ડ સેરેમનીનું હોસ્ટિંગ કર્યું હતું. હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ પામેલા અમેરિકાના મહાન બાસ્કેટબોલ ખેલાડી કોબી બ્રાયનને શ્રદ્ધાંજલિ આપીને કાર્યક્રમની શરૂઆત થઈ હતી.
અમેરિકાના રેપર નિપ્સે હસલને પહેલીવાર મરણોત્તર એવોર્ડ એનાયત કરાયો હતો. ૨૦૦૧માં ૧૮ ડિસેમ્બરે જન્મેલી બિલી એલિસ એક્ટ્રેસ અને સોંગ રાઇટર મેગી બેયર્ડ અને એક્ટર પેટ્રિક ઓકોનેલની દીકરી છે. તેણે ૪ વર્ષની ઉંમરે ગીત લખ્યું હતું અને ૮ વર્ષની ઉંમરથી મ્યુઝિક ટેલેન્ટ શોમાં ભાગ લઈ રહી છે. ગ્રેમી એવોર્ડના ઇતિહાસમાં પહેલી વાર એક યુવા ગાયિકાએ ૬ કેટેગરીમાં નોમિનેશન મેળવીને પાંચ એવોર્ડ જીત્યા છે. ૩૩ વર્ષની લેડી ગાગાને બે ગ્રેમી એવોર્ડ
મળ્યા છે.