અંકારાઃ દક્ષિણ અમેરિકા ખંડના દેશ ઘાનાને ગાંધીજી જાતિવાદી લાગે છે, માટે ઘાનાની સૌથી જુની યુનિવર્સિટીમાંથી ગાંધીજીની પ્રતિમા હટાવી લેવાનો નિર્ણય કરાયો છે. ગયા જૂન મહિનામાં ઘાનાની મુલાકાતે ગયેલા ભારતના રાષ્ટ્રપતિ પ્રમવ મુકરજીએ ઘાના યુનિવર્સિટી કેમ્પસમાં આ પ્રતિમાનું દ્વિપક્ષીય સબંધોના પ્રતીકરૂપે અનાવરણ કર્યું હતું. હવે યુનિવર્સિટીના કેટલાક પ્રોફેસરોએ અરજી કરીને આ પૂતળું હટાવવાની ડિમાન્ડ કરી છે અને સરકારે એ સ્વીકારી પણ લીધી છે!
પ્રોફેસરોની દલીલ છે કે ગાંધીજીએ અશ્વેત આફ્રિકનો પ્રત્યે ભેદભાવ રાખ્યો હતો. આથી તેના બદલે કોઈ આફ્રિકી અગ્રણી નેતાની પ્રતિમા મૂકાવી જોઈએ. સપ્ટેમ્બરમાં થયેલી પિટિશન પર હજારથી વધારે લોકોએ સહી કરી છે. ઘાનાના પાટનગર અંકારામાં આવેલી યુનિવર્સિટી ઘાનાની સૌથી જૂની યુનિવર્સિટી છે. અહીં કેમ્પસમાં ઘણી વખત ધમાલ થઈ ચૂકી છે. આથી વધુ એક વખત માથાકૂટ ન સર્જાય એ હેતુથી સરકારે પ્રતિમા હટાવી દઈને બીજે ક્યાંક સ્થાપિત કરવાનું નક્કી કરી લીધું છે. આ પ્રતિમા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશન દ્વારા ગિફ્ટ કરાઇ હતી.