અંકારાઃ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ આફ્રિકાના ઘાના અને ભારતના મજબૂત સબંધોના પ્રતીક તરીકે જૂન ૨૦૧૬માં ઘાના યુનિસર્વિટીમાં શાંતિ અને અહિંસાના મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. જો કે અનાવરણના કેટલાક મહિના બાદ એક પ્રોફેસરે તેને હટાવવા માટે અરજી કરી હતી. ફરિયાદ મળી રહી હતી કે અશ્વેત આફ્રિકનો માટે બાપુના વિચાર ઘણાં આકરા હતા. વાસ્તવમાં યુનિવર્સિટીના પ્રોફેસર દ્વારા ગાંધીબાપુએ લખેલી લીટીનો ઉલ્લેખ કર્યો હતો કે, અશ્વેત આફ્રિકનોની સરખામણીમાં ભારતીયો ઘણા સારા છે.
આત્મસન્માનનો મુદ્દો
આફ્રિકન સ્ટડીઝ સંસ્થાનમાં ભાષા અને સાહિત્ય વિભાગના વડા ઓબદીલ કાબોને કહ્યું કે, પ્રતિમાને હટાવવી એ આત્મસન્માનનો મુદ્દો હતો. આ વિવાદ આશ્ચર્યજનક છે કેમકે મહાત્મા ગાંધી બ્રિટિશ શાસન વિરુદ્ધના તેમના અહિંસક આંદોલન માટે જાણીતા છે. આફ્રિકામાં પણ તેમને ઘણું સન્માન મળ્યું છે. દક્ષિણ આફ્રિકામાં તેઓ ૧૮૯૩થી ૧૯૧૫ સુધી રહ્યા હતા, છતાં તેમની મૂર્તિ હટાવવી પડી છે.