વેટિકનઃ રોમન કથોલિક ચર્ચના વરિષ્ઠ પદાધિકારીઓમાં ભ્રષ્ટાચારના ફેલાવાને રોકવા માટે પોપ ફ્રાન્સિસે ૨૯ એપ્રિલે આદેશ આપ્યો હતો કે ચર્ચના તમામ ઉચ્ચ પદાધિકારી તેમની સંપત્તિનો ખુલાસો કરે. આ આદેશમાં કાર્ડિનલ (મોટા પાદરી) પણ સામેલ છે. આ આદેશ મુજબ તમામ અધિકારીઓને સલાહ અપાઇ છે કે તેઓ ૫૦ ડોલર (૩૭૫૦ રૂપિયા)થી ઉપરની ભેટ સ્વીકારતા બચે.
આદેશમાં પોપ ફ્રાન્સિસે લખ્યું છેઃ સત્યનિષ્ઠા નાનકડી વાતોમાં જો નહીં રહે તો તે મોટા મુદ્દામાં પણ નહીં ટકી શકે. આ રીતે બેઇમાની, નાની કે મોટી નથી હોતી. તેમના ઇરાદા જાહેર કરતા પોપ કહ્યું કે તે ઇચ્છે છે કે ઇશ્વરના કામમાં જોડાયેલા લોકો ભ્રષ્ટાચારથી મુક્ત રહે. નાણાકીય લેવડ-દેવડ ઇમાનદારી અને પારદર્શકતા દાખવે. આ આદેશ પછી ચર્ચના તમામ વરિષ્ઠ મેનેજરો અને પ્રશાસકોને એક શપથપત્ર આપવા પડશે જેમાં તે સ્વીકારશે કે તેમના ક્રિયાકલાપોમાં ક્યારેય કોઇ તપાસ નથી કરાઇ અને તે ક્યારેય કોઇ ભ્રષ્ટ આચરણ, છેતરપિડી, બાળકોના શોષણ, માનવતસ્કરી આંતકવાદ, ટેક્સચોરી અને હવાલા જેવા અપરાધમાં સામેલ થયા નથી. આટલું જ નહીં, પોપના આ દેશ પછી વેટિકન સિટીના વરિષ્ઠ પદાધિકારી હવે તેમના પૈસા એવી કંપનીઓ કે દેશમાં નહીં લાગાવી શકે જે ટેક્સ બચાવવા પ્રસિદ્વ છે. તે એવી કંપનીઓના શેર પણ નહીં ખરીદી શકે તે તેમાં પૈસા લગાવી વ્યાજ નહીં કમાઇ શકે જેમની વિચારાધારાઓ ચર્ચના સમાજિક મૂલ્યોથી વિપરિત છે.
મિલાન (ઇટાલી)ની સેક્રેટ હાર્ટ યુનિવર્સિટીના માઉરો મગાટી, જે પ્રાચીન ધર્મ અને સંસ્કૃતિના પ્રોફેસર છે તે કહે છે. આ આદેશ પછી ઉદ્યોગમાં પણ રોકાણ નહીં થઇ શકે.