ચહેરા બે, દિલ એકઃ બે બહેનોએ ઘરસંસાર માંડ્યો...

Wednesday 03rd April 2024 12:41 EDT
 
 

જોડિયા બહેનો એબી અને બ્રિટ્ટેની હેન્સલ જન્મથી જ જોડાયેલું શરીર ધરાવતી બહેનો છે. ધડ બે પણ શરીર એક ધરાવતી વ્યક્તિને તબીબી ભાષામાં કોન્જોઇન્ડ ટ્વીન્સ તરીકે ઓળખાય છે. આવી આ બહેનોએ અમેરિકન આર્મી નર્સ જોશ બોલિંગ સાથે પ્રભુતામાં પગલાં માંડયા છે. 1990માં જન્મેલી બન્ને બહેનો વર્ષ 1996માં ધ ઓપરા વિન્ફ્રે શોમાં ચમક્યા બાદ દુનિયાભરમાં લોકપ્રિય બની ગઇ હતી. વીતેલા સપ્તાહે એક રિપોર્ટમાં જણાવાયું હતું કે બંનેએ એક નર્સ અને યુએસ આર્મીમાંથી રિટાયર થયેલા જોશ બોલિંગ સાથે 2021માં જ લગ્ન કરી લીધા છે. તેમના લગ્નનો એક વીડિયો પણ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. હેન્સલ બહેનોની ફેસબુક પ્રોફાઇલ તસવીરથી જાણવા મળ્યું છે કે આ તેમના લગ્નની તસવીર છે. જેમાં વેડિંગ ડ્રેસમાં આ જોડકી બહેનો ઉભી છે. ઉલ્લેખનીય છે કે આ બહેનો હાલમાં એક ટીચર તરીકે ફરજ બજાવી રહી છે અને તે પાંચમા ધોરણના બાળકોને ભણાવે છે. બંને પોતાના જન્મસ્થળ અને વતન મિનેસોટામાં રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter