મુંબઇઃ મધ્યમથી લાંબા ગાળામાં ચાંદી પણ સોના જેટલું જ કે પછી તેનાથી પણ વધુ રિટર્ન આપે તો નવાઈ નહીં. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસનું અનુમાન છે કે આગામી 12થી 15 મહિનામાં ચાંદી કિલો દીઠ 1.25 લાખ રૂપિયા (એમસીએક્સ) સુધી પહોંચી શકે છે. કોમેક્સ (ન્યૂ યોર્ક) પર પણ ચાંદી ઔંસ દીઠ 40 ડોલરનું સ્તર સ્પર્શી શકે છે. અત્યારે ચાંદી ચળકાટ બતાવી રહી છે. એમસીએક્સમાં તેની કિંમત આ વર્ષે અત્યાર સુધીમાં 40 ટકાથી વધુ વધીને 1 લાખ રૂપિયાના સ્તરને સ્પર્શી ગઈ છે. તેનું મુખ્ય કારણ ચાંદીમાં રોકાણ અને વધી રહેલી ઔદ્યોગિક માંગ છે. બ્રોકરેજનું માનવું છે કે મીડિયમ ટર્મમાં સોનું મુંબઈ 81 હજાર રૂપિયા અને લોંગ ટર્મમાં 86 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે.