બીજિંગ, જોહાનિસબર્ગઃ ચીનની રાજધાની બીજિંગ ખાતે ફોરમ ઓન ચાઈના, આફ્રિકા ડિજિટલ કોઓપરેશનની બેઠક સોમવાર 29 જુલાઈએ યોજાઈ હતી. આ બેઠકમાં ચીન અને 26 આફ્રિકી દેશો વચ્ચે ડિજિટલ ક્ષેત્રમાં ત્રણ વર્ષમાં પાર્ટનરશિપ વધુ મજબૂત બનાવવા સમજૂતી સધાઈ હતી. ચીનની મિનિસ્ટ્રી ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. એક્શન પ્લાનમાં ડિજિટલ ટ્રાન્ફોર્મેશન ડેમોન્સ્ટ્રેશન પ્રોજેક્ટ્સના અમલ અને 1000 પ્રોફેશનલને ડિજિટલ ક્ષેત્રમાં તાલીમની જોગવાઈ છે. તાજેતરના વર્ષોમાં ચીન દ્વારા અનેક આફ્રિકન દેશો સાથે ડિજિટલ સહકારની સમજૂતીઓ કરવામાં આવી છે.